સુરત મહાનગરપાલિકા ભરતી 2025 | Surat Municipal Corporation Recruitment 2025

સુરત મહાનગરપાલિકા દ્વારા નવી ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતી રાષ્ટ્રીય આરોગ્ય મિશન (NHM) અંતર્ગત કરવામાં આવી રહી છે જેમાં વિવિધ જગ્યાઓનો સમાવેશ થાય છે. આ ભરતી માટે કેટલો પગાર મળશે, લાયકાત શું છે, અરજી કઈ રીતે કરવી, જરૂરી દસ્તાવેજો શું છે અને પસંદગી પદ્ધતિ કેવી રહેશે જેવી તમામ ઉપયોગી માહિતી આપણે આજના આ લેખમાં વિગતે જાણીશું. જો તમે પણ આરોગ્ય ક્ષેત્રમાં સરકારી નોકરીની તકો શોધી રહ્યા છો, તો આ લેખ અંત સુધી વાંચો.

મહત્વની તારીખ

સુરત મહાનગરપાલિકા હેઠળ રાષ્ટ્રીય આરોગ્ય મિશન (NHM) અંતર્ગત યોજાયેલી આ ભરતી માટે ઓનલાઇન અરજી કરવાની પ્રક્રિયા 23 જૂન 2025થી શરૂ થઈ ગઈ છે. અરજદારોએ arogyasathi.gujarat.gov.in પર જઈને ફોર્મ ભરવું પડશે. અરજી કરવાની છેલ્લી તારીખ 2 જુલાઈ 2025 છે. ઉમેદવારો રાત્રિના 11:59 વાગ્યા સુધી ઓનલાઈન ફોર્મ ભરવાની તક મેળવી શકશે. જો કોઈ ઉમેદવાર આ તારીખ બાદ અરજી કરે છે તો તેની અરજી માન્ય ગણાશે નહીં. તેથી લાયકાત ધરાવતા તમામ ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે અંતિમ તારીખની રાહ જોયા વગર અને સમય ગુમાવ્યા વગર વહેલી તકે અરજી પૂરી કરી દેવી.

પોસ્ટ

આ ભરતીમાં કુલ મળીને વિવિધ જગ્યાઓ માટે જાહેરાત કરવામાં આવી છે. તેમાં મેડિકલ ઓફિસર, ફાર્માસિસ્ટ, ફાયનાન્સ આસિસ્ટન્ટ, લેબ ટેકનિશિયન, એ.એન.એમ. (મહિલા માટે), આયુષ તબીબી (પુરુષ માટે), ફાર્માસીસ્ટ કમ ડેટા આસિસ્ટન્ટ અને આર.બી.એસ.કે હેઠળ ANM જેવી વિવિધ પોસ્ટોનો સમાવેશ થાય છે. દરેક પોસ્ટ માટે અલગ અલગ લાયકાતો અને જવાબદારીઓ રાખવામાં આવી છે. તમામ જગ્યાઓ આરોગ્ય વિભાગ અને શહેરી હેલ્થ સોસાયટી અંતર્ગત કાર્યરત હોવાને કારણે તબીબી અને તક્નીકી ક્ષેત્રના ઉમેદવારો માટે આ ભરતી ખાસ ઉપયોગી બની શકે છે.

પગાર

આ ભરતીમાં પસંદ થનારા ઉમેદવારોને દર મહિને ફિક્સ મહેનતાણું ચૂકવવામાં આવશે. મેડિકલ ઓફિસર માટે માસિક રૂ. 75,000 જેટલો ઊંચો પગાર નક્કી કરવામાં આવ્યો છે. તેની સાથે ફાર્માસિસ્ટને રૂ. 16,000, ફાયનાન્સ આસિસ્ટન્ટને રૂ. 20,000 અને લેબ ટેકનિશિયનને રૂ. 15,000 મહેનતાણું આપવામાં આવશે. એ.એન.એમ. માટે પણ રૂ. 15,000નો પગાર છે, જ્યારે આયુષ તબીબી માટે રૂ. 31,000 માસિક પગાર ફિક્સ કરવામાં આવ્યો છે. આ તમામ પદો માટે પગાર ફિક્સ (Fixed Pay) છે, એટલે કે તેમાં વધઘટ થવાની શક્યતા નહીં હોય, પરંતુ 11 માસ બાદ નવા કોન્ટ્રાકટ રિન્યુ સમયે બેઝીક પે માં 5 ટકા નો વધારો કરવામાં આવે છે.

જરૂરી ડોક્યુમેન્ટ

આ ભરતી માટે ઑનલાઈન અરજી કરતી વખતે કેટલાક મહત્વપૂર્ણ દસ્તાવેજોની સ્કેન કોપી અપલોડ કરવી જરૂરી છે. તેમાં ઉમેદવારનું પાસપોર્ટ સાઇઝ ફોટો, સહી (signature), ઓળખ માટે આધારકાર્ડ, પાનકાર્ડ અથવા મતદાર ઓળખપત્ર આવશ્યક છે. શૈક્ષણિક લાયકાત સાબિત કરવા ધોરણ-10 અને ધોરણ-12ની માર્કશીટ, સ્નાતક અથવા ડિગ્રીનું પ્રમાણપત્ર અને માર્કશીટ જરૂરી છે. જો પોસ્ટ માટે ખાસ ડિપ્લોમા, ટ્રેનિંગ કે કોમ્પ્યુટર પ્રમાણપત્ર માગવામાં આવ્યું હોય, તો તે પણ જોડવું ફરજિયાત છે. ઉપરાંત, જેને જરૂરી હોય તેવા રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ (જેમ કે મેડિકલ, નર્સિંગ કે ફાર્મસી કાઉન્સિલમાંનું) પણ ઉમેરવાં પડશે. અરજી ફોર્મમાં દરેક દસ્તાવેજની સ્પષ્ટ અને ઓરિજિનલ જેવી સ્કેન કોપી હોવી ખૂબ જરૂરી છે.

અરજી ફી

સુરત મહાનગરપાલિકા ભરતી 2025 માટે ઉમેદવાર પાસેથી કોઈપણ પ્રકારની અરજી ફી લેવામાં આવતી નથી. જે રીતે ઘણી સરકારી ભરતીમાં ફી ભરવી પડે છે અને ઘણા ઉમેદવારો માટે આ ફી ભરે તે મુશ્કેલ બની જાય છે, તે બાબતને ધ્યાનમાં રાખીને આ ભરતીમાં તમામ કેટેગરીના ઉમેદવારો માટે અરજી મફતમાં રાખવામાં આવી છે. એટલે કે SC/ST, OBC કે General કેટેગરીના કોઈપણ ઉમેદવાર હોવ, તો તેઓ સંપૂર્ણપણે વિનામૂલ્યે અરજી કરી શકે છે. આ લાયકાત ધરાવતા વિદ્યાર્થીઓ અને નોકરી શોધી રહેલા યુવાઓ માટે એક મોટી તક છે.

આ પણ વાંચો – યુનિયન બેંક ઓફ ઇન્ડિયા ભરતી 2025

ભરતી પદ્ધતિ

આ ભરતી 11 મહિનાની કરાર આધારીત છે. આનો અર્થ એ છે કે પસંદ થયેલા ઉમેદવારોને કાયમી નોકરીનો કોઈ અધિકાર મળતો નથી. પસંદગીના આધારે નિયુક્તિ થવાની છે અને જે ઉમેદવારની પસંદગી થશે, તેને નિશ્ચિત સમયગાળાની અંદર કરાર પર નોકરી આપવામાં આવશે. કરાર પૂર્ણ થયા બાદ આપમેળે નિયુક્તિ સમાપ્ત ગણાશે. ત્યારબાદ કામગીરીના આધારે ફરીથી કોન્ટ્રાકટ રિન્યુ કરવામાં આવશે. આ ભરતીના કોઈ પણ તબક્કે સંસ્થા દ્વારા નિયમોની અવગણના અથવા અન્ય જરૂરી કારણોસર ભરતી રદ કરવાની સત્તા પણ રાખવામાં આવી છે.

પસંદગી પ્રક્રિયા

પસંદગી સંપૂર્ણપણે મેરીટ આધારિત રાખવામાં આવશે. કોઈ લેખિત પરીક્ષા કે ઈન્ટરવ્યુ અંગે સ્પષ્ટ માહિતી જાહેરાતમાં આપેલ નથી, એટલે શક્ય છે કે ઉમેદવારના શૈક્ષણિક લાયકાતના ગુણોના આધારે અથવા સંબંધિત અનુભવના આધારે પસંદગી કરવામાં આવે. અરજદારોએ ભરીેલી માહિતી અને અપલોડ કરેલા પ્રમાણપત્રોની ખાતરી બાદ પસંદગી સૂચિ તૈયાર કરવામાં આવશે. જો અરજીમાં ખોટી માહિતી આપવામાં આવી હશે તો ઉમેદવારની ઉમેદવારી રદ્દ કરવામાં આવશે. ખાસ વાત એ છે કે સુરત શહેર અને સુરત જિલ્લા વાસી ઉમેદવારને પ્રાથમિકતા આપવામાં આવશે.

આ પણ વાંચો – નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ ભરતી 2025

લાયકાત

દરેક પોસ્ટ માટે લાયકાત અલગ છે. મેડિકલ ઓફિસર પદ માટે MBBS ડિગ્રી સાથે ગુજરાત મેડિકલ કાઉન્સિલમાં રજીસ્ટ્રેશન ફરજિયાત છે. ફાર્માસિસ્ટ માટે B.Pharm અથવા D.Pharm ડિગ્રી તથા ગુજરાત ફાર્મસી કાઉન્સિલમાં નામ નોંધાયેલું હોવું જોઈએ. ફાયનાન્સ આસિસ્ટન્ટ માટે કોમર્સમાં સ્નાતક સાથે કમ્પ્યુટર અને ટાઇપિંગની સમજ આવશ્યક છે. લેબ ટેકનિશિયન પદ માટે B.Sc/M.Sc તથા લેબ ટ્રેનિંગ કરેલું હોવું જોઈએ. એ.એન.એમ. માટે સરકાર માન્ય સંસ્થામાંથી કોર્સ કરેલું હોવું અને નર્સિંગ કાઉન્સિલમાં રજીસ્ટ્રેશન ફરજિયાત છે. કેટલાક પદો માટે CCC કમ્પ્યુટર સર્ટિફિકેટ પણ જરૂરી છે. તેમજ, આયુષ તબીબી માટે BAMS/BHMS ડિગ્રી હોવી અને તેના સંબંધિત બોર્ડમાં રજીસ્ટ્રેશન ફરજિયાત હોવું જોઈએ. તમામ પદો માટે વય મર્યાદા 45 વર્ષ સુધી છે (જેથી લાગુ પડે).

અરજી પ્રક્રિયા

આ ભરતી માટે અરજી કરવાની સંપૂર્ણ પ્રક્રિયા ઓનલાઇન રાખવામાં આવી છે. કોઈપણ પ્રકારની હાર્ડકોપી કે રજુઆત વ્યક્તિગત રીતે સ્વીકારવામાં આવશે નહિ. અરજી કરવા માટે ઉમેદવારોએ https://arogyasathi.gujarat.gov.in વેબસાઈટ પર જવાનું રહેશે. ત્યાં જઈને પોતાનું રજિસ્ટ્રેશન કરવું, પત્રકમાં જરૂરી વિગતો ભરવી અને માગવામાં આવેલા દસ્તાવેજોની સ્કેન કોપી અપલોડ કરવાની રહેશે. છેલ્લે સબમિટ બટન દબાવ્યા પછી અરજી સબમિટ . એકવાર અરજી સબમિટ થયા બાદ તેમાં ફેરફાર શક્ય નથી, તેથી ફોર્મ ભરતી વખતે તમામ માહિતી સાચી અને સંપૂર્ણ ભરવી જરૂરી છે.

આ પણ વાંચો – સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ભરતી 2025

અરજી કરવા માટે જરૂરી લિંક

નોટિફિકેશન માટેઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ માટેઅહીં ક્લિક કરો

નોંધ: આ લેખમાં આપવામાં આવેલી માહિતી વિવિધ સ્રોતો પરથી એકત્રિત કરી રજૂ કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી આપવાનો છે. કોઈ માહિતીમાં તફાવત કે ભૂલ હોય તેવી સંભાવના રહેલી હોય શકે છે, તેથી અરજી કરતા પહેલા સત્તાવાર વેબસાઈટ પર જઈ માહિતીની પુષ્ટિ જરૂરથી કરી લેવાય તેવી વિનંતી છે.

Leave a Comment