શ્રમિક અન્નપૂર્ણા યોજના 2025 | Shramik Annapurna Yojana 2025

ગુજરાત રાજ્યમાં કામ કરતા શ્રમિકો માટે ગુજરાત સરકાર દ્વારા એક ખૂબ ઉપયોગી અને માનવકલ્યાણકારી યોજના શરૂ કરવામાં આવી છે જેનું નામ શ્રમિક અન્નપૂર્ણા યોજના છે. આ યોજના દ્વારા શ્રમિકોને તેમનાં કાર્યસ્થળે અથવા નાકા ઉપર સસ્તા દરે પૌષ્ટિક અને ગરમ ભોજન પૂરું પાડવામાં આવે છે. ખાસ કરીને એવું ભોજન જે તેમને તેમના દિનચર્યા માટે જરૂરી ઊર્જા અને પોષણ આપે છે. આ યોજના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ હેઠળ ગુજરાત મકાન અને અન્ય બાંધકામ કામદાર કલ્યાણ બોર્ડ (GBOCWWB) દ્વારા ચલાવવામાં આવે છે.

યોજનાનો ઉદ્દેશ અને શરૂઆત

આ યોજના શરૂ કરવાનો મુખ્ય ઉદ્દેશ એ છે કે મહેનત કરનાર શ્રમિકોને સસ્તામાં ભોજન મળી રહે અને તેઓએ ઘેર થી ભોજન લાવવાની કે બનાવવાની જરૂર ના રહે. ખાસ કરીને મહિલાઓ માટે આ યોજના ખૂબ જ લાભદાયી છે કારણ કે તેઓ સવારે વહેલા ઊઠીને ભોજન બનાવે છે અને પછી કામ પર જાય છે. જેથી તેમને રાહત મળે અને સમય બચાવે. આ યોજના પ્રથમ વખત 2017માં શરૂ કરવામાં આવી હતી, પરંતુ કોરોના લોકડાઉન દરમિયાન સમય માટે બંધ કરવામાં આવી. બાદમાં, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આ યોજનાનું પુનઃશરુઆત 8 ઓક્ટોબર, 2023ના રોજ કરવામાં આવી હતી.

શ્રમિકોને મળતા ફાયદાઓ

આ યોજના હેઠળ શ્રમિકો રોજના માત્ર ₹5ના રાહત દરે ભોજન મેળવી શકે છે. ભોજનમાં સામાન્ય રીતે રોટલી, શાક, દાળ, ભાત, અથાણું, મીઠું, મરચું અને ગોળ આપવામાં આવે છે. સાથે જ, સપ્તાહમાં એક વખત મિષ્ઠાન્ન તરીકે સુખડી કે એવો કોઈ મીઠો ખોરાક પણ આપવામાં આવે છે. આ ભોજન પોષણમૂલ્યથી ભરપૂર હોય છે અને શ્રમિકોને તેમની દૈનિક શક્તિ માટે પૂરતું આહાર આપે છે. વધુમાં, આ કેન્દ્રો પર શ્રમિકોને સરકારની અન્ય યોજનાઓ વિશે માહિતી આપવામાં આવે છે, જે તેમને તેમના જીવન સ્તર ઊંચું કરવા માટે મદદરૂપ થાય છે.

આ પણ વાંચો – પ્રધાનમંત્રી આવાસ યોજના 2025

પાત્રતા શરતો

આ યોજનાનો લાભ લેવા માટે શ્રમિકોએ ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડમાં નોંધાયેલા હોવું જરૂરી છે. નોંધણી કર્યા બાદ તેમને “ઈ-નિર્માણ કાર્ડ” આપવામાં આવે છે. આ કાર્ડ દ્રારા તેઓ ભોજન કેન્દ્ર પર જઈને ભોજન મેળવી શકે છે. તેમના પરિવારના સભ્યોને પણ આ કાર્ડથી ભોજનનો લાભ મળે છે, જેથી આખા પરિવારમાં આ યોજના લાભદાયી સાબિત થાય છે.

અરજી પ્રક્રિયા અને નોંધણી

આ યોજનામાં અરજી કરવાની પ્રક્રિયા સંપૂર્ણપણે ઓફલાઇન છે. શ્રમિકોએ તેમના કાર્યસ્થળ નજીકના કડીયાનાકા કે ભોજન વિતરણ કેન્દ્ર પર જઈને તેમનું ઈ-નિર્માણ કાર્ડ બતાવવું પડે છે. કાર્ડ પર આપેલા QR કોડને સ્કેન કરીને તેમને ભોજન આપવામાં આવે છે. જેમના પાસે ઈ-નિર્માણ કાર્ડ નથી, તેમને હંગામી ધોરણે 15 દિવસ સુધી ભોજન આપવામાં આવે છે અને દરમિયાન તેમને નોંધણી કરવાની સલાહ આપવામાં આવે છે. ઈ-નિર્માણ પોર્ટલ https://enirmanbocw.gujarat.gov.in પર ઑનલાઇન નોંધણી પણ કરી શકાય છે. ઉપરાંત, e-Gram કેન્દ્રો, શહેરી સેવા કેન્દ્રો અને ઈ-શ્રમ કેન્દ્રોમાં પણ મદદ મળી શકે છે.

આ પણ વાંચો – નમો હોસ્પિટલ ભરતી 2025

રાજ્યભરમાં કેન્દ્રોની વિસ્તૃતિ

આ યોજના શરૂ થતા પહેલાં અમદાવાદ અને ગાંધીનગર શહેરોમાં માત્ર 22 કેન્દ્રો હતા. આજે, સમગ્ર ગુજરાતના 17 જિલ્લાના અંદાજે 287 થી વધુ સ્થળો ઉપર ભોજન વિતરણ કેન્દ્રો કાર્યરત છે. વડોદરા, સુરત, રાજકોટ, નવસારી, મહેસાણા, ભરૂચ, પાટણ, મોરબી, જામનગર વગેરે જેવા શહેરોમાં પણ હવે આ યોજના સક્રિય છે. આવનારા સમયમાં વધુ 12 કેન્દ્રો શરૂ કરવાની યોજના છે જેથી વધુ શ્રમિકો સુધી લાભ પહોંચાડી શકાય.

શ્રમિકોની જરુરિયાત અને ભોજનની તાસીર

ગુજરાતમાં વિવિધ પ્રદેશમાંથી આવતા શ્રમિકોની ખોરાકની ટેવો અલગ હોય છે. સૌરાષ્ટ્રના મજૂરો બાજરીના રોટલા પસંદ કરે છે, જ્યારે આદિવાસી શ્રમિકો મકાઈના રોટલા વધારે ખાય છે. કેટલાક ઉત્તર પ્રદેશ કે રાજસ્થાનથી આવેલા શ્રમિકો તીખા અને મસાલેદાર શાક કે દાળ ખાવા ટેવાયેલા હોય છે. આવા સમયે જ્યારે દરેક કેન્દ્ર પર એકજ પ્રકારનું ભોજન આપવામાં આવે છે, ત્યારે કેટલીકવાર શ્રમિકો તેનો સ્વાદ સ્વીકારતા નથી. તેથી શ્રમિકો માગ કરે છે કે ખોરાકમાં વિસ્તૃત જાતિ અને ટેસ્ટમાં પણ ફેરફાર લાવવામાં આવે.

આ પણ વાંચો – અમદાવાદ મહાનગરપાલિકા ભરતી 2025

શ્રમિક અન્નપૂર્ણા યોજના સાથે મળતા અન્ય લાભો

આ યોજના માત્ર ભોજન પૂરું પાડતી નથી, પણ સાથે સાથે મેડિકલ હેલ્થ યુનિટ, પ્રસુતિ સહાય, મુખ્યમંત્રી ભાગ્યલક્ષ્મી બોન્ડ, પીએચડી અભ્યાસ સહાય, નાનાજી દેશમુખ આવાસ યોજના જેવી અનેક યોજનાઓ અંગે પણ શ્રમિકોને માહિતી આપવામાં આવે છે. આ માર્ગદર્શિકા શ્રમિકોના ભવિષ્ય માટે પણ માર્ગદર્શક બની શકે છે.

નિષ્કર્ષ

શ્રમિક અન્નપૂર્ણા યોજના એ ગુજરાત સરકારનો એક સરાહનીય પ્રયત્ન છે જેનાથી લાખો શ્રમિકોને ખાવાની ચિંતા વગર કામ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો મોકો મળે છે. જો કે, અમલવારીમાં કેટલીક ખામીઓ છે જેને તુરંત સુધારવાની જરૂર છે. જો તમામ જિલ્લા અને નગરોમાં ભોજનના ગુણવત્તા અને દર અંગે સમાનતા લાવવામાં આવે, અને શ્રમિકોની ખોરાકની પસંદગીને ધ્યાનમાં રાખી ભોજનમાં વિવિધતા ઉમેરવામાં આવે તો આ યોજના એક આદર્શ મોડલ બની શકે છે.

Leave a Comment