ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા નવી ભરતી જાહેર કરવામાં આવી છે. ગુજરાતમાં સરકારી નોકરીની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે આ ખુબજ સારા સમાચાર છે. આ ભરતી હેઠળ વિવિધ વિભાગોમાં કુલ 515 જગ્યાઓ ભરવામાં આવશે. જો તમે પણ સરકારી નોકરી મેળવવા ઇચ્છો છો તો આ ભરતીની સંપૂર્ણ માહિતી — જેવી કે કઈ પોસ્ટ માટે જગ્યા ખાલી છે, શૈક્ષણિક લાયકાત શું છે, વયમર્યાદા કેટલી છે, પગાર કેટલો મળશે, અરજી કેવી રીતે કરવી — એ બધું આજે આપણે આ લેખમાં સરળ ભાષામાં જાણીશું.
મહત્વની તારીખ
ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા આ ભરતી માટે ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા 25 જૂન 2025 થી શરૂ થઈ ગઈ છે. જે પણ ઉમેદવારો GPSCની આ ભરતી માટે લાયકાત ધરાવે છે, તેઓએ સમયસર અરજી કરવી જરૂરી છે. અરજી કરવાની છેલ્લી તારીખ 09 જુલાઈ 2025 છે. જો તમે પણ સરકારી નોકરી માટે તકો શોધી રહ્યા છો તો છેલ્લી તારીખ પહેલા તમારું ફોર્મ ભરી દેવું ખૂબ જ જરૂરી છે, કેમ કે છેલ્લી ઘડીએ સર્વરની સમસ્યાઓ થતી હોય છે.
પોસ્ટ
આ ભરતીમાં કુલ 515 જગ્યાઓ ભરવાની છે. જેમાં અનેક વિભાગો અને પદોનો સમાવેશ થાય છે. જેમ કે સહાયક ઈજનેર (Assistant Engineer), મેડિકલ ઓફિસર (Ayurveda), ડેપ્યુટી સેકશન ઓફિસર, ટાઉન પ્લાનર, લેકચરર, પ્રોફેસર, મોટર વ્હીકલ ઇન્સ્પેક્ટર અને અન્ય પદો માટે GPSC દ્વારા ભરતી કરવામાં આવી રહી છે. દરેક પદ માટે અલગ જવાબદારીઓ અને લાયકાતો હોય છે, અને આ તમામ જગ્યાઓ માટે ગુજરાતના વિવિધ વિભાગોમાં પસંદગી થવાની છે.
પગાર
GPSC ભરતીમાં વિવિધ પદો માટે પગાર પણ અલગ અલગ છે. જેમ કે સહાયક ઈજનેર અને મોટર વ્હીકલ ઇન્સ્પેક્ટરને ₹44,900 થી ₹1,42,400 જેટલો પગાર મળે છે. જ્યારે ટાઉન પ્લાનર અને ફૂડ સેફટી ઓફિસરનું પગાર સ્કેલ ₹67,700 થી ₹2,08,700 સુધી જાય છે. પ્રોફેસરનું પગાર તો સીધું ₹1,44,200 છે. દરેક પદ માટે સરકારના નિયમ મુજબ પગાર સાથે અન્ય ભથ્થા પણ મળતા હોય છે.
આ પણ વાંચો – અમદાવાદ મહાનગરપાલિકા ભરતી
પોસ્ટ મુજબ ખાલી જગ્યા
આ ભરતીમાં કુલ 515 જગ્યાઓ માટે વિવિધ વિભાગોમાં પોસ્ટ્સ બહાર પાડવામાં આવી છે. દરેક પોસ્ટ માટે જુદી-જુદી ખાલી જગ્યા (Vacancy) રાખવામાં આવી છે. સૌથી વધુ જગ્યા Assistant Engineer (Electrical) માટે છે, જ્યાં 139 જગ્યાઓ ઉપલબ્ધ છે. ત્યારબાદ Deputy Section Officer માટે 102 જગ્યા, Medical Officer (Ayurveda) માટે 100 જગ્યાઓ, Junior Town Planner માટે 55 જગ્યાઓ અને Ophthalmic Surgeon માટે 49 જગ્યાઓ છે. ઉપરાંત, Lecturer (33 જગ્યા), Town Planner (14 જગ્યા), Motor Vehicle Inspector (11 જગ્યા), અને અન્ય ઘણા પદો જેવી કે Professor, Food Safety Officer, Legal Superintendent વગેરે માટે પણ ખાલી જગ્યા છે. જે ઉમેદવાર જે પદ માટે લાયક હોય, તે તેના અનુરૂપ જગ્યા માટે અરજી કરી શકે છે.
પોસ્ટ મુજબ વયમર્યાદા
GPSC દ્વારા જાહેર કરવામાં આવેલી વિવિધ પોસ્ટ માટે વયમર્યાદા પણ પદ પ્રમાણે જુદી-જુદી રાખવામાં આવી છે. ઉદાહરણ તરીકે, Assistant Engineer, Inspector of Motor Vehicles, અને Medical Officer (Ayurveda) જેવી પોસ્ટ માટે ઉમેદવારની ઉંમર 20 થી 35 વર્ષ હોવી જોઈએ. Junior Town Planner માટે મહત્તમ ઉંમર 37 વર્ષ, Town Planner માટે 42 વર્ષ, જ્યારે Legal Superintendent માટે 41 વર્ષ છે. તેમ જ, Lecturer માટે 40 વર્ષ અને Professor માટે મહત્તમ 45 વર્ષ સુધીની વય મર્યાદા માન્ય છે. ખાસ વાત એ છે કે અમુક કેટેગરી જેમ કે SC/ST/OBC માટે સરકારના નિયમ મુજબ ઉંમરમાં છૂટછાટ પણ આપવામાં આવે છે. જેથી વધુ ઉમેદવારોને તક મળી શકે.
આ પણ વાંચો – સુરત મહાનગરપાલિકા ભરતી 2025
જરૂરી ડોક્યુમેન્ટ
GPSC ભરતી માટે ઓનલાઈન અરજી કરતી વખતે તમારે નીચેના દસ્તાવેજોની સ્કેન કોપી અપલોડ કરવી પડશે:
- પાસપોર્ટ સાઈઝ ફોટો
- તમારું સહી (Signature)
- આધારકાર્ડ અથવા પાનકાર્ડ (ઓળખપત્ર)
- શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો (10મી, 12મી અને સ્નાતક/પોસ્ટગ્રેજ્યુએટ માર્કશીટ)
- કેટેગરી પ્રમાણપત્ર (જોઈતું હોય તો)
- અનુભવનું પ્રમાણપત્ર (જો લાગુ પડતું હોય તો)
આ તમામ ડોક્યુમેન્ટ્સ યોગ્ય ફોર્મેટમાં હોવા જોઈએ અને અરજી વખતે બધું સાચું આપવું જરૂરી છે.
અરજી ફી
આ ભરતીમાં સામાન્ય વર્ગના ઉમેદવારો માટે ₹100/- ફી રાખવામાં આવી છે. જ્યારે SC, ST, SEBC, EWS, વિકલાંગ અને પૂર્વ સૈનિક ઉમેદવારો માટે કોઈ પણ ફી લાગતી નથી. ફી તમારે ઓનલાઈન પદ્ધતિથી જ ભરવી પડશે. એટલે કે નેટ બેન્કિંગ, ડેબિટ કાર્ડ કે UPI દ્વારા પેમેન્ટ થઈ શકે છે.
આ પણ વાંચો – યુનિયન બેંક ઓફ ઇન્ડિયા ભરતી 2025
લાયકાત
GPSC ભરતી માટે ઉમેદવારો પાસેથી વિવિધ પદો મુજબ શૈક્ષણિક લાયકાત માંગવામાં આવી છે. જેમાં B.Sc, B.Tech/B.E, LLB, MBBS, BAMS, M.Sc, PG Diploma, M.Phil/Ph.D જેવી ક્વોલિફિકેશન આવરી લેવાઈ છે. સરળ ભાષામાં કહીએ તો, તમે કોઈ પણ પ્રકારના ગ્રેજ્યુએટ કે પોસ્ટગ્રેજ્યુએટ હોવ અને સંબંધિત વિષયમાં અભ્યાસ કર્યો હોય તો આ પદો માટે અરજી કરી શકો છો.
અરજી પ્રક્રિયા
આ ભરતી માટે અરજી કરવાની રીત સંપૂર્ણપણે ઓનલાઈન છે. ઉમેદવારે GPSC ની સત્તાવાર વેબસાઈટ gpsc-ojas.gujarat.gov.in પર જઈને અરજી કરવી પડશે. ફોર્મ ભરીને તમારી લાયકાત મુજબ યોગ્ય પોસ્ટ પસંદ કરો, જરૂરી દસ્તાવેજો અપલોડ કરો, ફી ભરો અને છેલ્લે ફોર્મ સબમિટ કરો. ફોર્મ ભર્યા પછી તેનો પ્રિન્ટ પણ કાઢી રાખવો ખૂબ જરૂરી છે.
પસંદગી પદ્ધતિ
GPSC દરેક પદ માટે પસંદગીનું ચોક્કસ મોલ્ડ રાખે છે. સામાન્ય રીતે પસંદગી પ્રક્રિયામાં પ્રાથમિક પરીક્ષા (Preliminary Exam), પછી મુખ્ય પરીક્ષા (Main Exam) અને છેલ્લે મૌખિક ઇન્ટરવ્યુ (Interview) થાય છે. પસંદગી સંપૂર્ણપણે મેરિટ આધારિત હોય છે અને દરેક ઉમેદવારને સમાન તક આપવામાં આવે છે. GPSC દ્વારા પરીક્ષા અને ઇન્ટરવ્યુ માટેના તારીખો સમયસર જાહેર કરવામાં આવે છે.
નોંધ: આ લેખમાં આપવામાં આવેલી માહિતી GPSCની સત્તાવાર નોટિફિકેશનના આધારે તૈયાર કરાઈ છે. કૃપા કરીને અરજી કરતા પહેલા gpsc-ojas.gujarat.gov.in પર જઈને તમામ વિગતો એકવાર ચોક્કસ જોઈ લેજો.