AIIMS Rajkot Recruitment 2025 । એમ્સ રાજકોટ ભરતી 2025

AIIMS રાજકોટ દ્વારા ડેટા એન્ટ્રી ઓપરેટર અને અન્ય વિવિધ પદો માટે કરાર આધારિત ભરતીની જાહેરાત કરવામાં આવી છે. તો આ પોસ્ટ્સ માટે જરૂરી લાયકાત શું છે? કેટલી ખાલી જગ્યા છે? અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે? પગાર કેટલો મળશે? અરજી કરવાની પ્રક્રિયા કઈ રીતે છે અને પસંદગી કેવી રીતે થશે? આવા તમામ મહત્વના મુદ્દાઓ આપણે આ લેખમાં સરળ ભાષામાં સમજીશું, જેથી યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો સમયસર અને યોગ્ય રીતે અરજી કરી શકે. જો તમે આરોગ્ય ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઈચ્છતા હોવ તો આ ભરતી તમારા માટે ઉત્તમ તક સાબિત થઈ શકે છે.

મહત્વની તારીખ

AIIMS રાજકોટ ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ 23 જુલાઈ 2025 રાખવામાં આવી છે. ઉમેદવારો માટે આ છેલ્લી તારીખ ખુબજ જરૂરી છે કારણ કે ત્યાર પછી કોઈપણ અરજી સ્વીકારવામાં નહીં આવે. જો તમે લાયક હો અને આ નોકરીમાં રસ ધરાવતા હો તો છેલ્લી તારીખ પહેલા જરૂરી દસ્તાવેજો તૈયાર કરીને સમયસર ઈમેઈલથી અરજી જરૂરથી કરો.

તમામ પોસ્ટના નામ

આ ભરતીમાં વિવિધ પ્રકારના પદો માટે ઉમેદવારોને પસંદ કરવાની જાહેરાત કરવામાં આવી છે. તેમાં ખાસ કરીને વૈજ્ઞાનિક-સી (મેડિકલ અને નોન-મેડિકલ), વૈજ્ઞાનિક-બી, સંશોધન સહાયક, લેબ ટેકનિશિયન, ડેટા એન્ટ્રી ઓપરેટર (DEO), સુરક્ષા સુપરવાઈઝરના પદોનો સમાવેશ થાય છે. દરેક પદ માટે અલગ-અલગ લાયકાત અને જવાબદારીઓ હોય છે. જે ઉમેદવારોને આરોગ્ય ક્ષેત્રમાં કારકિર્દી બનાવવાની ઈચ્છા હોય તેઓ માટે આ નોકરીઓ ખૂબ જ સારો મોકો પુરો પાડી શકે છે.

આ પણ વાંચો – રાજકોટ મહાનગપાલિકા ભરતી 2025

તમામ પોસ્ટ માટે ખાલી જગ્યા

AIIMS રાજકોટ દ્વારા પ્રકાશિત આ ભરતીમાં કુલ 9 ખાલી જગ્યાઓ માટે અરજી મંગાવવામાં આવી છે. ખાલી જગ્યાઓની સંખ્યા ઓછી છે એટલે સ્પર્ધા વધારે રહેશે. દરેક પદ માટે કેટલાં લોકોની જરૂર છે તે અંગે વિગતવાર માહિતી જાહેરાતમાં આપેલી છે. જેઓ લાયકાત ધરાવે છે તેઓએ તાત્કાલિક અરજી કરવી જોઈએ.

તમામ પોસ્ટ માટે પગાર

આ ભરતીમાં પસંદ થનાર ઉમેદવારોને પ્રતિ મહિને રૂ. 20,000 થી 67,000 સુધીનો પગાર આપવામાં આવશે. પદ પ્રમાણે પગાર ધોરણ નક્કી કરાયું છે. જેમ જેમ પદનો દરજ્જો અને જવાબદારી વધે છે, તેમ તેમ પગાર પણ વધારે છે. વૈજ્ઞાનિક-સી જેવા પદો માટે ઉંચો પગાર હોય છે, જ્યારે ડેટા એન્ટ્રી ઓપરેટર અને લેબ ટેકનિશિયન માટે પગાર થોડો ઓછો હોય શકે છે. કુલ મળીને, આ ભરતી આરોગ્ય ક્ષેત્રે સારી આવકવાળી નોકરી છે.

આ પણ વાંચો – એઇડ્સ પ્રોજેક્ટ ભરતી ગુજરાત

તમામ પોસ્ટ માટે વયમર્યાદા

આ ભરતી માટે મહત્તમ વય મર્યાદા 40 વર્ષ નક્કી કરવામાં આવી છે. જો કે, આરક્ષણ હેઠળ આવતા કેટેગરીના ઉમેદવારો માટે કેન્દ્ર સરકારના નિયમો મુજબ વય મર્યાદામાં છૂટછાટ આપી શકાય છે. SC/ST/OBC/PwBD કેટેગરીના ઉમેદવારોને છૂટછાટ મળે છે. વધુ માહિતી માટે ઉમેદવારોએ ઓફિશિયન સૂચનાનો અવશ્ય સંદર્ભ લેવો.

અરજી ફી

સત્તાવાર સૂચનામાં અરજી ફી અંગે કોઈ સ્પષ્ટ માહિતી આપવામાં આવી નથી. તેથી આવું માનવામાં આવે છે કે કદાચ અરજી ફી લાગતી નથી, જો ફી લાગતી હોય તો કેટલાં રૂપિયા અને કેવી રીતે ભરવાની છે તે અંગે સંપૂર્ણ વિગતો તમે સંસ્થાનો સંપર્ક કરીને જાણી શકો છો.

આ પણ વાંચો – ભારતીય નૌકાદળ ભરતી 2025

જરૂરી ડોક્યુમેન્ટસ

અરજી કરતા પહેલા અને ઇન્ટરવ્યૂ સમયે નીચેના દસ્તાવેજો જરૂરી છે:

  • શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો
  • જન્મ તારીખનો પુરાવો
  • આધાર કાર્ડ / ઓળખપત્ર
  • પાસપોર્ટ સાઇઝ ફોટો
  • અનુભવ પ્રમાણપત્ર
  • કેસ્ટ સર્ટિફિકેટ (જાહેરાત મુજબ)
  • DOEACC અથવા DMLT ડિપ્લોમાનું પ્રમાણપત્ર (જ્યાં લાગુ પડે ત્યાં)

આ તમામ દસ્તાવેજોની સ્કેન નકલો ઇમેઈલ સાથે મોકલવી ફરજિયાત છે.

તમામ પોસ્ટ માટે લાયકાત

દરેક પદ માટે અલગ-અલગ લાયકાત જરૂરી છે જે તમે નીચે મુજબ જોઈ શકો છો:

  • વૈજ્ઞાનિક-સી (મેડિકલ): MBBS/MD/MS/DNB + અનુભવ
  • વૈજ્ઞાનિક-સી (નોન મેડિકલ): MSc + PhD અથવા સંશોધન અનુભવ
  • વૈજ્ઞાનિક-બી: MSc (લાઈફ સાયન્સ)
  • સંશોધન સહાયક: B.Sc/M.Sc + 3 વર્ષ અનુભવ
  • લેબ ટેકનિશિયન: 12 પાસ + DMLT અથવા અન્ય ટેકનિકલ ડિપ્લોમા
  • ડેટા એન્ટ્રી ઓપરેટર: 12 પાસ + DOEACC ‘A’ લેવલ + સ્પીડ ટેસ્ટ
  • સુરક્ષા સુપરવાઈઝર: 10 પાસ/હાઈસ્કૂલ

લાયકાતની સંપૂર્ણ વિગતો માટે ઉમેદવારોએ સત્તાવાર જાહેરાત વાંચવી ખૂબ જ જરૂરી છે.

આ પણ વાંચો – વડાલી નગરપાલિકા ભરતી 2025

પસંદગી પ્રક્રિયા

પસંદગી પ્રક્રિયા માટે પ્રથમ તબક્કે ઉમેદવારોની અરજીઓની ચકાસણી કરવામાં આવશે. જો ઉમેદવારોની સંખ્યા વધારે હોય તો પહેલા લેખિત પરીક્ષા લેવામાં આવશે. ત્યારબાદ લાયકાત મેળવનાર ઉમેદવારોને ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે. પસંદગી પ્રક્રિયા સંપૂર્ણપણે લાયકાત, અનુભવ અને ઈન્ટરવ્યૂમાંના પ્રદર્શનના આધારે થશે. ઇન્ટરવ્યૂ વખતે ઓરિજિનલ દસ્તાવેજો જરૂરી છે.

અરજી પ્રક્રિયા

AIIMS રાજકોટ માટે અરજી પ્રક્રિયા સંપૂર્ણપણે ઓનલાઈન ઈમેઈલના માધ્યમથી કરવાની છે. અરજી કરવા માટે તમારે તમારું અરજી પત્ર અને તમામ જરૂરી દસ્તાવેજોની સ્કેન નકલ તૈયાર કરીને vrdlaiimsrajkot@gmail.com પર મોકલવી પડશે. ઇમેઈલનો વિષય સ્પષ્ટ રીતે લખવો જરૂરી છે – “BSL-3, VRDL, AIIMS, રાજકોટની પોસ્ટ માટે અરજી”. આ પદ્ધતિ ખૂબ સરળ છે પરંતુ તમારે તમારું ઇમેઈલ યોગ્ય રીતે બનાવવું જોઈએ અને ફોર્મેટ અને દસ્તાવેજોમાં કોઈ ખામી ન રહે તેનું ધ્યાન રાખવાનું રહેશે.

અરજી કરવા માટે જરૂરી લિંક

નોટિફિકેશન તથા અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
અન્ય ભરતીની માહિતી માટેઅહીં ક્લિક કરો

નોંધ: અહીં આપવામાં આવેલ માહિતી ફક્ત જાણકારી માટે છે. અરજી કરતા પહેલા સત્તાવાર વેબસાઈટ વિઝીટ કરી માહિતીની ખરાઈ કરી લેવા વિનંતી.

Leave a Comment