અમદાવાદ મહાનગરપાલિકા ભરતી 2025 । Ahmedabad Municipal Corporation Recruitment 2025

અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા બાગાયત વિભાગ માટે નવી ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતી જાહેરાત નં. 02/2025-26 થી 04/2025-26 સુધી છે અને તેમાં વિવિધ પદો માટે કુલ 44 જગ્યાઓનો સમાવેશ થાય છે. આ ભરતીમાં કઈ કઈ જગ્યાઓ છે, કેટલો પગાર મળશે, લાયકાત શું જોઈએ, અરજી કેવી રીતે કરવી અને ફી કેટલી ભરવાની રહેશે જેવી તમામ મહત્વની માહિતી આપણે આજના આ લેખમાં વિગતે જાણીશું. જો તમે પણ સરકારી વિભાગમાં નોકરી શોધી રહ્યા છો, તો આ લેખ અંત સુધી અવશ્ય વાંચો.

મહત્વની તારીખ

આ ભરતી માટે ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે અને છેલ્લી તારીખ 08 જુલાઈ 2025 રાખવામાં આવી છે. ઉમેદવારોએ આવેદન કરવાની છેલ્લી મીનિટ એટલે કે રાત્રિ 11:59 વાગ્યા પહેલા અરજી કરી દેવી પડશે. જો તમે અરજી કરવા માંગો છો તો સમયપત્રકનું પાલન ખૂબ જ જરૂરી છે, કેમ કે છેલ્લી ક્ષણે સર્વરની સમસ્યા અથવા ઇન્ટરનેટ ધીમી ચાલે તો અરજી કરવું મુશ્કેલ થઈ શકે છે.

પોસ્ટ

આ ભરતી ખાસ કરીને બાગાયત વિભાગ માટે છે અને નીચે મુજબની ત્રણ પોસ્ટો માટે જાહેરાત કરવામાં આવી છે:

  1. સહાયક સેક્શન ઓફિસર (ગાર્ડન) – 08 જગ્યાઓ
  2. સહાયક ગાર્ડન ઇન્સ્પેક્ટર – 12 જગ્યાઓ
  3. સહાયક ગાર્ડન સુપરવાઈઝર – 24 જગ્યાઓ

આ ત્રણેય પોસ્ટો માટે લાયકાત અલગ અલગ છે પરંતુ મુખ્યત્વે કૃષિ અથવા બાગાયત સાથે સંબંધિત અભ્યાસશાખાને મહત્વ આપવામાં આવ્યું છે. કુલ મળીને 44 જગ્યાઓ છે, જેમાં પાત્રતા મુજબ ઉમેદવારોની પસંદગી થશે.

પગાર

સહાયક સેક્શન ઓફિસર (ગાર્ડન) પદ માટે પ્રથમ ત્રણ વર્ષ માટે રૂ. 49,600/- ફિક્સ પગાર ચૂકવાશે. ત્યારબાદ સ્ટેન્ડર્ડ પગાર પે-લેવલ 7 મુજબ રૂ. 39,900 થી રૂ. 1,26,500 ની વચ્ચે રહેશે, અને વધારાના ભથ્થાં પણ મળશે.

સહાયક ગાર્ડન ઇન્સ્પેક્ટર અને સુપરવાઈઝર પદ માટે પહેલી ત્રણ વર્ષની ફિક્સ પગાર રકમ રૂ. 26,000/- રહેશે. ત્યારબાદ પે-લેવલ મુજબ પગાર રૂ. 25,500 થી રૂ. 81,100 (ઇન્સ્પેક્ટર માટે) અને રૂ. 19,900 થી રૂ. 63,200 (સુપરવાઈઝર માટે) સુધી રહેશે.

આ પણ વાંચો – સુરત મહાનગરપાલિકા ભરતી 2025

ઉંમર મર્યાદા

સહાયક સેક્શન ઓફિસર (ગાર્ડન) માટે ઉંમર મર્યાદા 18 થી 45 વર્ષ રાખવામાં આવી છે. સહાયક ઇન્સ્પેક્ટર અને સુપરવાઈઝર માટે ઉંમર મર્યાદા 18 થી 33 વર્ષ છે. જો ઉમેદવાર હાલમાં AMC (અમદાવાદ મહાનગરપાલિકા)માં સેવા આપી રહ્યા છે તો તેમને ઉંમરમાં છૂટછાટ મળશે.

જરૂરી ડોક્યુમેન્ટ

અરજી કરતી વખતે ઉમેદવારોએ નીચેના દસ્તાવેજોની સ્કેન કોપી અપલોડ કરવી ફરજિયાત છે:

  • પાસપોર્ટ સાઈઝનો ફોટો
  • ઉમેદવારની સહી
  • જન્મતારીખ દર્શાવતો પુરાવો
  • શૈક્ષણિક લાયકાતના તમામ પ્રમાણપત્રો
  • અનુભવ સર્ટિફિકેટ (જેથી લાગુ પડે)
  • જાતિ પ્રમાણપત્ર (SC/ST/OBC માટે)
  • દિવ્યાંગ પ્રમાણપત્ર (જો લાગુ પડે)

આ પણ વાંચો – યુનિયન બેંક ઓફ ઇન્ડિયા ભરતી 2025

પસંદગી પ્રક્રિયા

ઉમેદવારોની પસંદગી શૈક્ષણિક લાયકાત, અનુભવ અને અરજીમાં આપેલી વિગતોના આધારે મેરીટ દ્વારા કરવામાં આવશે. અરજીઓમાં આપેલી માહિતી અને અપલોડ કરેલા દસ્તાવેજો સરખાવવામાં આવશે. જો કોઈ માહિતી ખોટી કે મિસમેચ જણાશે તો ઉમેદવારને અરજીથી રદ્દ કરવામાં આવશે. કોઈ પણ ઉમેદવાર એકજ પોસ્ટ માટે એક જ અરજી કરી શકશે.

અરજી પ્રક્રિયા

આ ભરતી માટે અરજી ફક્ત ઓનલાઈન માધ્યમથી કરવામાં આવવી જોઈએ. અન્ય કોઈ રીત (જેમ કે પોસ્ટ કે રજુઆત) માન્ય ગણાશે નહીં. ઉમેદવારોએ ahmedabadcity.gov.in વેબસાઈટ પર જઈ “Recruitment” વિભાગમાં જઈને યોગ્ય જાહેરાત પર ક્લિક કરવી. તે પછી ફોર્મ ભરવાનું છે, દસ્તાવેજો અપલોડ કરવાના છે અને અરજી ફી ભરવાની છે. આખરે ફોર્મ સબમિટ કર્યા પછી તેનું પ્રિન્ટઆઉટ ભવિષ્ય માટે સાચવી રાખવો.

આ પણ વાંચો – નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ ભરતી 2025

અરજી ફી

AMC ભરતી માટે અરજી ફી અલગ અલગ કેટેગરી માટે નીચે મુજબ છે:

  • સામાન્ય કેટેગરીના ઉમેદવારો માટે: ₹500
  • ST / SEBC / EWS કેટેગરી માટે: ₹250
  • દિવ્યાંગ ઉમેદવારો માટે: કોઈ ફી નથી
  • અરજી ફી 10 જુલાઈ 2025 સુધી ઓનલાઈન જ ભરવાની રહેશે.

આ પણ વાંચો – સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ભરતી 2025

લાયકાત

સહાયક સેક્શન ઓફિસર (ગાર્ડન) માટે B.Sc. in Agriculture / Horticulture / Forestry જેવા વિષયમાં સ્નાતક ડિગ્રી હોવી જોઈએ તથા બે વર્ષનું કામનું અનુભવ હોવો જોઈએ જે મ્યુનિસિપલ કોર્પોરેશન કે સરકારી વિભાગમાં મેળવેલું હોય.

સહાયક ગાર્ડન ઇન્સ્પેક્ટર માટે ઉમેદવાર Std. 10 પછી Agriculture/Horticulture ડિપ્લોમા સાથે બે વર્ષનો અનુભવ ધરાવતો હોવો જોઈએ અથવા Std. 12 પછી Agriculture/Horticultureમાં B.Sc. ડિગ્રી હોવી જોઈએ.

સહાયક ગાર્ડન સુપરવાઈઝર માટે પણ તે જ પ્રમાણે લાયકાત રહેશે, જેમાં Std. 10 + ડિપ્લોમા અથવા Std. 12 + B.Sc. Agriculture/Horticulture માન્ય ગણાશે.

નોંધ: આ માહિતી ફક્ત જાણકારી માટે છે. અરજી કરતા પહેલા સત્તાવાર વેબસાઈટ પર માહિતી ચકાસવી જરૂરી છે જેની દરેક ઉમેદવારોએ નોંધ લેવી.

Leave a Comment