NABARD (National Bank for Agriculture and Rural Development) એ કૃષિ અને ગ્રામીણ વિકાસ ક્ષેત્રે કામ કરતી ભારત સરકારની મહત્વપૂર્ણ નાણાકીય સંસ્થા છે. વર્ષ 2025 માટે NABARD એ Cooperative Development Officers (CDO) પદ માટે ભરતી જાહેર કરી છે. સહકારી ક્ષેત્રમાં કાર્યક્ષમ અધિકારીઓની પસંદગી કરીને NABARDના વિકાસલક્ષી કાર્યમાં વેગ લાવવો આ નોકરીનો લક્ષ્ય છે . ખાસ વાત એ છે કે આ ભરતી માટે અરજીઓ ઓફલાઇન મારફતે મંગાવવામાં આવી છે, એટલે કે ઉમેદવારોએ એપ્લીકેશન ફોર્મ ભરીને ભારતીય પોસ્ટ દ્વારા મોકલવાનું રહેશે.
જગ્યાઓની સંખ્યા અને પદ
NABARD ભરતી 2025 અંતર્ગત માત્ર 5 જગ્યાઓ બહાર પાડવામાં આવી છે, જે “Cooperative Development Officer” પદ માટે છે. આ પદ NABARDની બોર્ડ ઓફ રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટ (BIRD)ના C-PEC વિભાગ હેઠળ કાર્યરત રહેશે. જગ્યાઓની સંખ્યા ઓછી છે, પરંતુ પદની પ્રતિષ્ઠા અને પગાર ધોરણ ખૂબ આકર્ષક છે. તે માટે લાયક ઉમેદવારો માટે આ એક ઉત્તમ તક ગણાય છે.
વય મર્યાદા
NABARD ભરતી માટે ઉમેદવારની મહત્તમ વય મર્યાદા 50 વર્ષ નક્કી કરવામાં આવી છે. જો ઉમેદવાર અનામત વર્ગનો હોય તો સરકારના નિયમો મુજબ ઉમર મા છૂટછાટ આપવામાં આવશે. ભરતીનું નિમણૂક પદ ઉચ્ચ સ્તરના પ્રતિષ્ઠિત રોલ માટે છે તેથી અનુભવી અને પરિપક્વ ઉમેદવારોને વધુ વળતર મળશે.
પગાર ધોરણ
NABARD દ્વારા આપવામાં આવતો પગાર ખૂબ જ સારો છે. CDO Level 1 માટે માસિક પગાર ₹65,000 છે, જ્યારે CDO Level 2 માટે ₹85,000 માસિક પગાર છે. આ સિવાય DA, HRA અને અન્ય સરકારી ભથ્થાં પણ લાગુ પડે છે. તેથી આ પદ પર નિમણૂક થનાર ઉમેદવારોને નાણાકીય રીતે મજબૂત અને સ્થિર કારકિર્દી મળી શકે છે.
આ પણ વાંચો – સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ભરતી 2025
શૈક્ષણિક લાયકાત
આ ભરતીમાં બે સ્તર(Level)ના પદો માટે લાયકાત અલગ-અલગ છે. CDO Level 1 માટે ઉમેદવાર પાસે અર્થશાસ્ત્ર, વાણિજ્ય, મેનેજમેન્ટ, કૃષિ, કમ્પ્યુટર એપ્લિકેશન વગેરે ક્ષેત્રોમાંથી કોઈ પણ ગ્રેજ્યુએટ ડિગ્રી હોવી જરૂરી છે. જ્યારે CDO Level 2 માટે ઉમેદવાર પાસે પોષ્ટગ્રેજ્યુએટ ડિગ્રી હોવી જરૂરી છે. આ ડિગ્રી અર્થશાસ્ત્ર, ગ્રામ વિકાસ, ફાઇનાન્સ, મેનેજમેન્ટ, બેંકિંગ, ડેવલપમેન્ટ સ્ટડીઝ જેવા વિષયોમાંથી હોવી જોઈએ. M.Phil કે Ph.D. ધરાવતા ઉમેદવારો પણ Level 2 માટે લાયક ગણાશે.
અરજી ફી
આ ભરતી માટે દરેક પદ માટે અરજી ફી ₹590 રાખવામાં આવી છે. જો કોઈ ઉમેદવાર બંને લેવલ માટે અરજી કરે છે તો તેમને અલગ-અલગ ₹590 એટલે કુલ ₹1180 ભરવા પડશે. ફી પેમેન્ટની માહિતી અને પદ્ધતિ માટે ઉમેદવારે સત્તાવાર નોટિફિકેશન ધ્યાનથી વાંચવું જરૂરી છે.
પસંદગી પ્રક્રિયા
NABARD CDO પદ માટે પસંદગી પ્રક્રિયામાં કોઈ પણ પ્રકારની ઓનલાઈન પરીક્ષા નથી. ઉમેદવારોની પસંદગી તેમની લાયકાત, અનુભવ અને દસ્તાવેજોની ચકાસણીના આધારે કરવામાં આવશે. યોગ્ય ઉમેદવારોને પછી ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે. એટલે કે આ ભરતી એ માત્ર ટેસ્ટ બેઝ્ડ ન હતી, પરંતુ તમારા શૈક્ષણિક તથા વ્યવસાયિક પ્રોફાઇલને આધારે નિર્ણય લેવાશે.
અરજી કરવાની રીત
NABARD ભરતી 2025 માટે અરજી પ્રક્રિયા સંપૂર્ણપણે ઓફલાઇન છે. ઉમેદવારોને સત્તાવાર વેબસાઈટ પરથી ફોર્મ ડાઉનલોડ કરીને તેને હસ્તાક્ષર અને સંપૂર્ણ વિગતો સાથે ભરીને સંબંધિત દસ્તાવેજો સાથે મોકલવો પડશે. અરજી પત્ર માટે નોટિફિકેશનમાં આપેલ સરનામું ચોક્કસ રીતે અનુસરવું જરૂરી છે. લિફાફા પર “Application for the post of CDO Level 1/Level 2” એમ સ્પષ્ટ લખવું પણ ફરજિયાત છે. ઉમેદવારે ફોર્મ સમયમર્યાદા પહેલા મોકલવું જરૂરી છે.
મહત્વપૂર્ણ તારીખો
આ ભરતીની જાહેરાત 20 જૂન 2025 ના રોજ બહાર પાડવામાં આવી છે અને અરજી કરવાની છેલ્લી તારીખ 12 જુલાઈ 2025 છે. જેના કારણે ઉમેદવાર પાસે લગભગ 20 દિવસનો સમય છે. જો તમે લાયક અને ઈચ્છુક છો તો એપ્લીકેશન વધુ મોડું કર્યા વગર મોકલી દો.
અંતિમ સૂચના
NABARD ભરતી 2025 એ એવા ઉમેદવારો માટે છે જેમણે સહકારી, કૃષિ અથવા ગ્રામ્ય વિકાસ ક્ષેત્રે અભ્યાસ કર્યો છે અથવા અનુભવી છે. આ ભરતીમાં ઉચ્ચ પદ માટે નિમણૂક થવાની તક છે, જેમાં સરકારી લાભો અને પ્રતિષ્ઠિત પદ બંને મળે છે. જો તમે લાયકાત ધરાવો છો તો આજથી તૈયાર થાવ, ફોર્મ ભરો અને તમારું ભવિષ્ય નવી ઊંચાઈએ લઈ જાવ. NABARD જેવી પ્રતિષ્ઠિત સંસ્થા સાથે કામ કરવાનો અવસર બધાને મળતો નથી – આ તક ગુમાવશો નહીં.